આ વસ્તુઓના ઉપયોગથી અથાણું થઈ જશે ખાટું, સ્વાદ દાઢે વળગી જશે
By Sanket M Parekh
2023-05-24, 16:25 IST
gujaratijagran.com
આમચૂર પાવડર
આમચૂર પાવડર ખાટો હોય છે. એવામાં જો તમે અથાણાંમાં તેનો ઉપયોગ કરશો તો તેમાં અવશ્ય ખટાશ આવી જશે.
વિનેગર નાંખો
ખાવામાં વિનેગરનો ઉપયોગ કરવાથી સ્વાદ વધી જાય છે. જો તમે ઈચ્છો છો કે, અથાણું ખાટું થાય, તો તેમાં વિનેગર નાંખો અને પછી સ્વાદ ચાખી લો.
રાઈ કામ આવશે
ખાવામાં રાઈનો ઉપયોગ વઘાર કરવા માટે કરવામાં આવે છે. અથાણાંને ખાટું કરવા માટે પણ તમે રાઈનો ઉપયોગ કરી શકો છો.
અથાણાંને સ્ટોર ક્યાં કરશો?
અથાણાંને સ્ટોર કરવા માટે ગ્લાસ કન્ટેનરનો ઉપયોગ કરો. તેમાં અથાણું રાખવાથી તે ખરાબ નહીં થાય.
ચમચીનો ઉપયોગ કરો
અથાણું ખરાબ ના થાય, તો માટે તમે જ્યારે પણ અથાણું નીકળો, ત્યારે ચમચીનો અવશ્ય ઉપયોગ કરો.
બરણીને સાફ કરવાનું ના ભૂલો
અથાણાંને બરણીમાં નાંખતા પહેલા, તેને લૂછી લો. જો બરણી ગંદી હશે, તો અથાણું જલ્દી ખરાબ થઈ શકે છે.
આ વાતનું ધ્યાન રાખો
અથાણાંને તડકામાં સારી રીતે સૂકવો. જેથી તે જલ્દી પાકી જાય. કાચા અથાણાંમાં સ્વાદ ઓછો આવે છે.
ફટાફટ લસણ ફોલવાની આ સૌથી સરળ રીત શીખી લો, બહુ કામમાં આવશે
Explore More