ફટાફટ લસણ ફોલવાની આ સૌથી સરળ રીત શીખી લો, બહુ કામમાં આવશે
By Sanket M Parekh
2023-05-24, 16:19 IST
gujaratijagran.com
શેક કરો
લસણને બાઉલ, ઢાંકણા વાળી બરણી વગેરેમાં નાંખીને શેક કરો. જેથી તે સરળતાથી ફોલી શકાશે. જો કે ધ્યાન રાખજો આ ટિપ્સ લસણની નાની કળીઓ પર કારગર નથી.
ચાકુની મદદ લો
લસણની કળીઓને અલગ કરીને ચાકુની મદદથી તેને ઉપરની તરફ કાપી નાંખો. હવે તણ સરળતાથી લસણના ફોતરા હટાવી શકશો.
મસળીને
લસણને મસળવાથી તેના ફોતરા આપોઆપ હટી જશે. જે બાદ તમે તેને સરળતાથી હાથથી ફોલી શકો છો.
પાણીમાં પલાળીને રાખો
લસણને ફોલવા માટે લગભગ અડધા કલાક પહેલા ગરમ પાણીમાં નાંખીને છોડી દો. જે બાદ તેના ફોતરા તમે હાથ વડે સરળતાથી હટાવી શકશો.
માઈક્રોવેવનો ઉપયોગ
લસણને તમે 20 સેકન્ડ માટે માઈક્રોવેવમાં ગરમ કરી લો અને પછી તેને ફોલવાનો પ્રયત્ન કરો. આમ સરળતાથી ફોલી શકાશે.
IPL 2023માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Explore More