Rasmalai Recipe: હોમ મેઈડ રસમલાઈ બનાવવાની રેસીપી


By Vanraj Dabhi23, Sep 2024 12:22 PMgujaratijagran.com

રસમલાઈ

દરેક લોકોએ રસમલાઈ તો ખાધી જ હશે, પરંતુ તમે કંદોઈ જેવી સોફ્ટ અને ઝાળીદાર રસમલાઈ ઘરે બનાવવા માટે આ રેસીપી ફોલો કરી શકો છો.

સામગ્રી

દૂધ,પાણી, લીંબુનો રસ અથવા વિનેગર, મકાઈનો લોટ કે એરોરૂટ, બેકિંગ પાવડર, દળેલી ખાંડ, પાણી, ખાંડ.

સ્ટેપ- 1

સૌ પ્રથમ એક કઢીઈમાં દૂધ ગરમ કરવા મૂકો અને તેમાં લીંબુનો રસ ઉમેરીને સારી રીતે ઉકાળો.

સ્ટેપ-2

હવે દૂધ ફાટીને પનીર બની જાય ત્યા સુધી ઉકાળી પછી એક વાસણમાં કપડુ રાખી તેમાં પનીર અલગ કરી લો.

સ્ટેપ-3

હવે એક બાઉલમાં તૈયાર કરેલ પનીર, મકાઈનો લોટ કે આરોરૂટ અને દળેલી ખાંડ નાખીને સારી રીતે મસળીને મિક્સ કરી નાના નાના લૂઆ બનાવી લો.

સ્ટેપ-4

હવે એક પ્રેશર કૂકરમાં ખાંડ અને પાણી ઉમેરીને બરાબર ઉકાળી તેમાં તૈયાર કરેલા લૂઆ નાખીને પકાવી લો.

સ્ટેપ-5

હવે એક પેનમાં દૂધ, ખાંડ નાખીને ઓગાળી પછી તેમાં પિસ્તા, કેસર, બદામના ટુકડા, એલચી પાઉડર ઉમેરી મલાઈ તૈયાર કરી લો.

સ્ટેપ-6

હવે રસમલાઈને ચાસણીમાંથી નિતારીને મલાઈમાં ઉમેરીને મિક્સ કરી લો.

સર્વ કરો

તૈયાર છે કંદોઈ જેવી સોફ્ટ અને ઝાળીદાર રસમલાઈની રેસીપી તમે સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Dhokla Recipe: ફણગાવેલા મગના ટેસ્ટી અને સ્પંજી ઢોકળા