નાસ્તામાં રવા ઉપમા એકદમ પરફેક્ટ રેસીપી છે, ચાલો રવા ઉપમા બનાવવાની સ્ટેપ બાય સ્ટેપ રીત જાણીએ.
રવો, ચણાની દાળ, અડદની દાળ, ડુંગળી, ગાજર, કેપ્સીકમ, લીલા વટાણા, લીલા મરચા, આદુ, હિંગ,રાઈ, મીઠો લીમડો, લીંબુનો રસ, મીઠું, ઘી, તેલ.
સૌ પ્રથમ એક કડાઈમાં ઘી ગરમ કરી તેમાં રવો શેકીને એક પ્લેટમાં કાઢી લો.
હવે તે જ પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઈ, હિંગ, મીઠો લીમડો, અડદની દાળ, ચણાની દાળ વગેરે નાખીને ધીમા તાપે સાંતળો.
હવે તેમાં સમારેલી ડુંગળી, લીલું મરચું, છીણેલું આદુ અને સાંતળો.
હવે તેમાં ગાજર, વટાણા, કેપ્સિકમ, ટામેટાં વગેરે ઉમેરી 3 મિનિટ પકાવો.
હવે તેમાં થોડું પાણી નાખી પકાવીને તેમાં મીઠું નાખી મિક્સ કરો અને પછી શેકેલા રવો, લીંબુનો રસ નાખીને સારી રીતે મિક્સ કરો.
હવે લીલા ધાણાથી ગાર્નિશ કરીને સર્વ કરો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.