સાતમ આઠમના તહેવાર પર ટેસ્ટી અને ઝડપથી બનાવી શકાય તેવી ગુજરાતી સફેદ કઢી, જેનો સ્વાદ ખાટો મીઠો હોય છે.
દહીં, ચણાનો લોટ, તજ, ખાંડ, લાલ મરચું પાવડર, મીઠા લીમડાના પાન, લાલ મરચા, કોથમરી, તેલ, હીંગ, રાઈ, મીઠું.
સૌ પ્રથમ એક બાઉલમાં દહીં,ચણાનો લોટ ઉમેરીને મિશ્રણમાં ગઠ્ઠાઓ ન રહે તે રીતે મિક્સ કરી લો.
હવે તેમાં લાલ મરચું પાવડર,ખાંડ,તજ પાવડર,સ્વાદ મુજબ મીઠું અને 3-4 કપ પાણી ઉમેરીને મિક્સ કરો.
હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઈ,લાલ મરચાં,મીઠો લીમડો નાખીને થોડી વાર સાંથળી લો.
હવે તેમાં ચણાનો લોટ-દહીંનું મિશ્રણ નાખીને પકાવો.
થોડીવાર પકાવીને કોથમરી ગાર્નિશ કરીને ગેસ બંધ કરી દો.
સ્વાદથી ભરપૂર ગુજરાતી કઢીને લીલા ધાણાથી ગાર્નિશ કરીને સર્વ કરો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.