Khasta Mathari: દિવાળી પર બજારમાં મળતી ખસ્તા મઠરી ઘરે કેવી રીતે બનાવવી?


By Vanraj Dabhi20, Oct 2024 05:07 PMgujaratijagran.com

ખસ્તા મઠરી

ઘણીવાર મીઠાઈની દુકાનેથી ખસ્તા મઠરી ખરીદી હશે, પરંતુ શું તમે જાણો છો કે તમે તેને ઘરે સરળતાથી બનાવી શકો છો, ચાલો જાણીએ રેસીપી.

સામગ્રી

લોટ, દેશી ઘી અથવા શુદ્ધ તેલ, અજમો, મીઠું, ખાવાનો સોડા, તેલ.

સ્ટેપ-1

સૌ પ્રથમ એક બાઉલમાં લોટ ચાળી પછી મીઠું, ખાવાનો સોડા, અજમો અને તેલ કે ઘી ઉમેરો.

સ્ટેપ-2

હવે તેમાં જરૂર મુજબ પાણી ઉમેરીને લોટ બાધી પછી લોટને 10 મિનિટ સુધી સેટ થવા દો.

સ્ટેપ-3

હવે તેમાંથી નાના લૂઆ બનાવી મઠરી તૈયાર કરો અને કાટા ચમચી વડે છિદ્રો કરી લો.

સ્ટેપ-4

હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં મઠરી ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો.

સ્ટેપ-5

તૈયાર થયેલી ખસ્તા મઠરીને કાગળ પર મૂકો જેથી તેમાં હાજર વધારાનું તેલ નીકળી જશે.

સર્વ કરો

તમે દિવાળી પર ખસ્તા મઠરી બનાવી શકો છો, તેને એર ટાઈટ બરણીમાં ભરીને સ્ટોર કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

દિવાળી પૂર્વે જાણો આ ટ્રીક; અસલી અને નકલી ઘીની કેવી રીતે કરશો ઓળખ?