દિવાળી પૂર્વે જાણો આ ટ્રીક; અસલી અને નકલી ઘીની કેવી રીતે કરશો ઓળખ?


By Nileshkumar Zinzuwadiya20, Oct 2024 04:20 PMgujaratijagran.com

ઘી ગરમ કરીને જુઓ

ધીમી આંચ પર એક પેનમાં એક મોટી ચમચી ઘી ગરમ કરો. શુદ્ધ ઘી જલ્દીથી પીગળી જશે અને સારી સુગંધ આવશે. જો તે પીગળવામાં વધારે સમય લેશે તો ભેળસેળવાળુ ઘી હશે.

હાથમાં ઘસીને તપાસો

તમારી હથેળી પર થોડા પ્રમાણમાં ઘી રાખીને ઘસો, થોડી સેકન્ડમાં તે પીગળી જશે. જો તે પીગળવામાં વધારે સમય લાગે છે તો તે તેલ કે ફેટથી મિશ્રિત હશે.

ઘીની ગંધ તપાસો

એક ચમચીમાં ઘી લો અને તેને આંચ પર ગરમ કરો. શુદ્ધ ઘી પૂરી રીતે પીગળી જશે અને સ્વચ્છ તરલ સ્વરૂપમાં બદલાશે.

સ્વાદ ચાખીને જુઓ

તમે થોડા પ્રમાણમાં ઘી લો અને તેનો સ્વાદ તપાસો. શુદ્ધ ઘીમાં તીખા, પૌષ્ટીક સ્વાદ હોય છે અને બાદમાં કોઈ સ્વાદ નથી હોતો.

Crisp Chakli Recipe: દિવાળી દરમિયાન સવાર-સાંજ ચા સાથે યુનિક નાસ્તો ટ્રાય કરો