ચણાનો લોટ,દહીં,પાણી,મીઠું સ્વાદ મુજબ,હળદર પાવડર,ખાંડ,લીલા મરચા,આદુ,તેલ,અડદની દાળ,રાય,આખા લાલ મરચા,સફેદ તલ,હીંગ,મીઠા લીમડાના પાન,કોથમરી,નારિયેળનું કોપરું.
સૌ પ્રથમ એક બાઉલમાં લોટને ચાળી લો અને પાણી,દહીં,મીઠું,હળદર,હીંગ,આદુ- મરચાની પેસ્ટ નાખો.
હવે તેને સરખી રીતે મિક્સ કરી લો, ખાસ ધ્યાન રાખવું કે ગાંઠા બિલકુલ ન રહે.
હવે ગેસ ચાલુ કરી તેના ઉપર કૂકરમાં પાણી ગરમ કરી તેના પર ખાંડવીનુ મિશ્રણ વાળી પ્લેટ મૂકીને પકાવી લો.
હવે મિશ્રણને પાતળુ પાથરીને ચપ્પુની મદદથી ઉખાડીને રોલ કરો.
કોથમરી ગાર્નિશ કરી લો.
એક પેનમાં તેલ ગરમ કરી તેમા રાઈ જીરું તલ કોથમરી નાખી વઘાર તૈયાર કરીને ખાડવી પર રેડી દો
તૈયાર છે ખાંડવી તમે તેને સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.