કાજુ કતરી એક મીઠી વાનગી છે જે દરેક લોકોને પસંદ છે પરતું તે ઘરે પરફેક્ટ રીતે બનાવી નાથી શકતા, ચાલો જાણીએ તેને બનાવવાની રીત વિશે.
કાજુ,ખાંડ,ઘી,ચાંદીનો વરખ,પાણી જરૂર મુજબ.
સૌ પ્રથમ કાજુને મિક્સરમાં નાખીને ક્રશ કરી લો પછી તેને એક ચારણીથી ચાળી લો
હવે ગેસ ઉપર કડાઈમાં ખાંડ ડૂબે એટલું પાણી જ ઉમેરવું અને બે તારની ચાસણી આવે ત્યાં સુધી ઉકાળો.
હવે તેમાં કાજુનો ભૂકો ઉમેરી એકદમ સરસ હલાવતા રહીને તેને પાંચ મિનિટ સુધી ગેસ પર પકાવી લો
હવે એક પ્લાસ્ટિક રેપર લઈ તેની ઉપર આ કાજુ સ્ટફિંગ રાખી ઉપરથી બીજુ રેપરમાં સહેજ ઘી વાળો હાથ લગાવી અને તેને રોટલીની જેમ વણી લો પછી તેને ઉપર ચાંદીનો વરખ લગાવી ચપ્પુથી કટ કરી લો.
તૈયાર છે કાજુ કતરી તમે તેને સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.