જીરા રાઈસને બનાવવા માટે કૂકરનો ઉપયોગ કરવાને બદલે ઢાંકણવાળા તવા અથવા કડાઈમાં રાંધવા જોઈએ. જેના કારણે રાઈસના દરેક દાણા રાંધ્યા પછી અલગ-અલગ દેખાય છે. ચાલો જાણીએ જીરા રાઈસ બનાવવાની રીત.
1 કપ રાઈસ, 1 ટેબલસ્પૂન જીરું, 1 ટેબલસ્પૂન મીઠું, 2 ટેબલસ્પૂન ઘી, જરૂર મુજબ પાણી.
જીરા રાઈસ બનાવવા માટે સૌ પ્રથમ ચોખાને ધોઈને 20 મિનિટ માટે પાણીમાં પલાળી રાખો.
હવે એક વાસણમાં પાણી નાખીને ગેસ પર ગરમ કરો અને તેમાં ચોખા અને મીઠું ઉમેરો.
રાઈસ ઉકળવા લાગે પછી ગેસ ધીમો કરો અને 2 મિનિટ ધીમી આંચ પર પકાવીને ગેસ બંધ કરી દો અને પાણીને ગાળી લો અને રાઈસને મોટી પ્લેટમાં ફેલાવો.
હવે એક કડાઈમાં ઘી નાખી મધ્યમ તાપ પર ગરમ કરીને તેમાં જીરું તતડે ત્યારે તેમાં રાઈસ ઉમેરીને હલાવતા રહો.
જીરા રાઈસ તૈયાર છે તમે તમેના પર ટામેટાના ટુકડા અને કાળા મરીથી ગાર્નિશ કરીને સર્વ કરો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.