ઉતરાયણ સ્પેશ્યલ મગફળીની ક્રિસ્પી ચીક્કી આ રીતે ઘરે બનાવો


By Vanraj Dabhi04, Jan 2024 11:38 AMgujaratijagran.com

મગફળીની ચિક્કી

શિયાળામાં તમે ગોળ અને મગફળીની બનેલી ચીક્કીનો પણ સ્વાદ ચાખી શકો છો. ક્રિસ્પી ચિક્કી ખાવામાં ખૂબ જ સારી લાગે છે. ગોળ અને મગફળીમાંથી બનેલી ચીક્કી શરીરને ગરમી આપે છે. તમે ઘરે પણ ચિક્કી બનાવી શકો છો.

સામગ્રી

મગફળી, ગોળ અથવા ખાંડ, ઘી અથવા તેલ, પાણી વગેરે.

સ્ટેપ- 1

સૌ પ્રથમ મગફળીના દાણાને એક કઢાઈમાં શેકી અને થોડી ઠંડી થાય પછી તેને હાથ વડે તેની ફોતરી કાઢી લો.

સ્ટેપ- 2

હવે એક વાસણમાં ફોતરા વગરની સ્વચ્છ મગફળીના ફાળા કરી લો.

સ્ટેપ- 3

એક કડાઈમાં થોડા ગોળના ટુકડા, 1 ચમચો ઘી અથવા તેલ નાખીને ગરમ કરો.

સ્ટેપ- 4

હવે ધીમી આંચ પર સતત હલાવતા રહીને ગોળ ઓગાળીને ચાસણી તૈયાર કરો.

સ્ટેપ- 5

ગેસ ધીમો કરો અને ગોળની ચાસણીમાં મગફળી ઉમેરીને બરાબર મિક્સ કરીને ગેસ બંધ કરી દો.

સ્ટેપ- 6

હવે ચિક્કીને સેટ કરવા માટે એક પ્લેટ પર ઘી લગાવીને તેના પર ફેલાવી દો.

સ્ટેપ- 7

જ્યારે ચિક્કી થોડી ઠંડી થાય ત્યારે તેને છરી વડે ચોરસ આકારમાં કાપી સંપૂર્ણપણે ઠંડુ થઈ જાય પછી તેના ટુકડા કરીને બહાર કાઢી લો.

વાંચતા રહો

ઉતરાયણ સ્પેશ્યલ મગફળીની ચિક્કી તૈયાર છે, તમે તેનો આનંદ માણો, રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

હોમ મેઇડ પનીર ભુરજી : રેસ્ટોરેન્ટ જેવું પનીર ભુરજી ઘરે બનાવો