ગુજરાતના ફેમસ ફાફડા ઘરે બનાવવાની રીત


By Vanraj Dabhi16, Jan 2024 03:42 PMgujaratijagran.com

ફાફડાની રેસીપી

ભારતમાં દરેક રાજ્યની અનોખી ઓળખ છે ત્યારે ગુજરાતની વાત આવે તો સૌથી પ્રથમ ખાખરા-ફાફડા અને જલેબી જ યાદ આવે આ ગુજરાતીઓની સ્વાદિષ્ટ અને પ્રખ્યાત રેસીપી છે.

સામગ્રી

ચણાનો લોટ,મીઠું સ્વાદ મુજબ,ખાવાનો સોડા,લાલ મરચું,અજમો,તેલ.

સ્ટેપ- 1

ફાફડા બનાવવા માટે સૌ પ્રથમ એક બાઉલમાં ચણાના લોટ ચાળીને તેમાં મીઠું,ખાવાનો સોડા,લાલ મરચું પાવડર,થોડું તેલ ઉમેરીને બરાબર મિક્સ કરી લો.

સ્ટેપ- 2

હવે લોટને મસળીને ગૂંથી લો પછી તેને ઢાંકીને 20 મિનિટ માટે સેટ થવા દો અને ત્યાર બાદ લોટમાંથી નાના બોલ બનાવી લો.

સ્ટેપ- 3

હવે લોટને લાકડાના પાટલા પર પ્રેસ કરીને લાંબા ફેફસાના આકારમાં ફેરવો.

સ્ટેપ- 4

હવે એક કડાઈમાં તેલ ગરમ કરો અને ફાફડાને તળીને પેપર પર કાઢી લો.

સર્વ કરો

ફાફડા તૈયાર છે તમે તેને એર ટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરી શકો છો અને તેને ચા કે ચટણી સાથે સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

શિયાળામાં હેલ્ધી રહેવા માટે કોબીનો સૂપ ઘરે જ બનાવો