ચણા જોર ગરમ એ બિહાર, યુપી, ઝારખંડ રાજ્યની ખૂબ જ પ્રખ્યાત વાનગી છે. આ રેસીપી ખાવામાં ખૂબ જ મસાલેદાર હોય છે. તમે તેને ઘરે સરળતાથી બનાવી શકો છો.
ચણા, શેકેલું જીરું, લાલ મરચું પાવડર, આમચૂરણ પાઉડર, ચાટ મસાલો, મીઠું, તેલ.
સૌ પ્રથમ ચણાને આખી રાત પાણીમાં પલાળી રાખો. બીજા દિવસે સવારે તેને કૂકરમાં મૂકીને 2-3 સીટી સુધી બાફી લો.
હવે બાફેલા ચણાને પાણીમાંથી બહાર કાઢીને એક પાટલા પર રાખીને વજનદાર વસ્તુ વડે ચપટા કરીને પછી પંખા નીચે સૂકવો.
હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં ચપટા ચણા ઉમેરીને થોડીવાર સાંતળી લો.
હવે તેને બહાર કાઢીને ટીશ્યુ પેપર કે કોઈ કાગળ પર રાખો જેથી વધારાનું તેલ શોષાય જાય.
હવે તેમાં તૈયાર કરેલા મસાલા ઉમેરીને મિક્સ કરો.
તૈયાર છે સ્ટ્રીટ સ્ટાઈલ ચણા જોર ગરમ, તમે તેને નાસ્તામાં સર્વ કરી શકો છો. તેમજ તેને એર ટાઈટ જારમાં સ્ટોર કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી અન્ય રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.