Makhana Bhel: મખાનામાંથી ભેળ કે ચાટ બનાવવાની રીત


By Vanraj Dabhi13, Sep 2024 10:27 AMgujaratijagran.com

મખાના ચાટ

તમે ચાટ તો ઘણી પ્રકારના ટ્રાય કર્યા હશે પરંતુ ક્યારેય મખાના ચાટ નહીં ટ્રાય કર્યો હોય, નોંધી લો રેસીપી.

સામગ્રી

મખાના, મગફળી, ઘી, હળદર, લાલ મરચું પાઉડર, ચાટ મસાલો, જીરું પાઉડર, મીઠું, મીઠો લીમડો.

સ્ટેપ-1

સૌ પ્રથમ એક પેમમાં ઘી ગરમ કરી તેમાં મખાનાને હળવા શેકીને એક વાસણમાં કાઢી લો.

સ્ટેપ-2

હવે એજ પેનમાં મગફળીના દાણાને પણ હળવા શેકીને એક વાસણમાં કાઢી લો.

સ્ટેપ-3

હવે એક પેનમાં ઘી ગરમ કરી તેમાં જીરું, મીઠો લીમડો, હળદર, લાલ મરચું પાઉડર અને મીઠું નાખીને થોડીવાર સાંતળી લો.

સ્ટેપ-4

હવે તેમાં શેકેલા મગફળી અને મખાના ઉમેરીને બરાબર મિક્સ કરી લો.

સર્વ કરો

હવે તેમાં ચાટ મસાલો છાંટીને સર્વ કરી શકો છો અને એરટાઈકન્ટેનરમાં સ્ટોર પણ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી અવનવી રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Macaroni Recipe: ચીઝ મેક્રોની પાસ્તા બનાવવાની રીત