હળવા નાસ્તામાં તમે ઘરે આલુ પફ બનાવા માંગતા હોવ તો, નોંધી લો તેની પરફેક્ટ રીત.
મેંદાનો લોટ, મીઠું, ઘી, પાણી, તેલ, જીરું, રાઈ, અજમો, હીંગ, આદુ, લીલા મરચા, બાફેલા બટાકા, હળદર, વરિયાળી, મરચું પાવડર, ધાણાજીરું, આમચૂરણ, ચાટ મસાલો.
સૌ પ્રથમ એક બાઉલમાં મેંદાનો લોટ,મીઠું,ઘી અને થોડું થોડું પાણી ઉમેરતા જઈને લોટ બાંધી લો.
હવે એક પેનમાં તેલ ગરમ કરો અને તેમાં રાઈ-જીરું,વરિયાળી,હીંગ,લીલા મરચાના ટુકડા,આદુંની પેસ્ટ ઉમેરીને સાંતળી લો.
હવે તેમાં બાફેલા બટાકા,હળદર-મરચું-ધાણાજીરું,આમચૂરણ અને મીઠું ઉમેરીને મિક્સ કરી પફ માટેનું સ્ટફિંગ તૈયાર કરી લો.
હવે લોટમાંથી રોટલીની જેમ વણી રોટલીને ચપ્ચુની મદદથી ચોરસ ચાર ભાગ કરીને એક ઉપર એક એમ ચારેય ભાગને ઘી લગાવીને એકસાથે ફરીથી વણી લો.
હવે તેમાં આલૂનું સ્ટફિંગ ભરીને પફ જેમ તૈયાર કરી લો અને એક કડાઈમાં તેલ ગરમ કરીને પફને તળી લો.
તૈયાર છે પરફેક્ટ આલૂ પફ તમે ચટણી કે ટોમેટો સોસ સાથે સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.