Peanut Katli Recipe: સીંગદાણાની કતરી


By Vanraj Dabhi13, Aug 2024 04:13 PMgujaratijagran.com

સામગ્રી

મગફળી, મિલ્ક પાઉડર, ખાંડ, પાણી, ઘી.

સ્ટેપ-1

સૌ પ્રથમ એક તવામાં મગફળીને શેકી લો.

સ્ટેપ-2

હવે મગફળીને પ્લેટમાં કાઢી પછી મિક્સર જારમાં ઉમેરીને તેને પીસી લો.

સ્ટેપ-3

મગફળીને બારીક પીસીને ચાળણીથી ચાળી લો અને તેમાં મિલ્ક પાવડર નાખીને સારી રીતે મિક્સ કરો.

સ્ટેપ-4

હવે પેનમાં પાણી અને ખાંડ ઉમેરીને ચાસણી બનાવીને તેમાં મગફળી અને દૂધ પાવડરનું મિશ્રણ ઉમેરીને મિક્સ કરી લો.

સર્વ કરો

એક ટ્રેમાં ઘી લગાવીને આ મિશ્રણને પાથરી થોડીવાર પછી છરી વડે કતરીના આકારમાં કાપીને સર્વ કરો.

વાંચતા રહો

મગફળીની કતરી આ રીતે તમે ઘરે ટ્રાય કરી શકો છો, રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી અવનવી રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Farali Chivda Recipe: ફરાળી ચેવડો રેસીપી