Farali Chivda Recipe: ફરાળી ચેવડો રેસીપી


By Vanraj Dabhi13, Aug 2024 02:53 PMgujaratijagran.com

સામગ્રી

બટાકા, બદામ, કાજુ, મગફળી, કિસમિસ, મીઠું, ખાંડ, કાળા મરી પાઉડર, લાલ મરચું પાવડર, લીલા મરચા, તેલ, મીઠા લીમડાના પાન.

સ્ટેપ-1

સૌ પ્રથમ બટેકાને ધોઈ છાલ ઉતારી ખમણી વડે એક બાઉલમાં બટેકાને લંબાઈમાં ખમણી લો.

સ્ટેપ-2

હવે એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં કાજુ-બદામ, મગફળી અને બટાકાના છીણને તળી લો.

સ્ટેપ-3

હવે તમાં લીલા મરચાની કટકી તળી લો અને એક બાઉલમાં બધી સામગ્રી ઉમેરીને મિક્સ કરી લો.

સ્ટેપ-4

હવે તેમાં લાલ મરચું, કાળા મરી પાઉડર, મીઠું, કિસમિસ, મીઠા લીમડાના પાન ઉમેરીને મિક્સ કરી લો.

સર્વ કરો

તૈયાર છે ફરાળી ચેવડો રેસીપી, સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી અવનવી રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Farsi Puri Recipe: ફરસી પુરી બનાવવાની રેસીપી