ગુજરાતના દરેક લોકોની પહેલી પસંદ ગાઠિયા હોય છે, ફરસાણની દુકાન પર મળતા પાપડી ગાઠિયા જેવા જ ગાઠિયા ઘરે બનાવવાની રીત જણાવીશું.
ચણાનો લોટ,તેલ,પાણી,મીઠું,બેકિંગ સોડા.
સૌ પ્રથમ એક બાઉલમાં એક સરખુ પાણી અને તેલ ઉમેરો અને તેમાં બેકિંગ સોડા,મીઠું ઉમેરીને મિક્સ કરી લો.
હવે તેલ અને પાણીના મિશ્રણ પર એક ગરણી રાખીને ચણાનો લોટ ચાળી લો.
હવે લોટ અને તેલ-પાણીના મિશ્રણમાં મિક્સ કરીને થોડું-થોડું પાણી ઉમેરીને લોટ બાંધી લો.
હવે એક કડાઈમાં તેલ ગરમ કરો અને તેની ઉપર પાપડી બનાવવા માટેનો જારો મૂકી અને પાપડી બનાવો.
તેલમાં તળીને ઝારાની મદદથી બહાર કાઢીને તમે પાપડી ગાઠિયાનો આનંદ માણો.
રેસિપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસિપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.