ડુંગળી,બટેટા,લીલા મરચાં,લાલ મરચું,હળદર,ધાણાજીરું,ગરમ મસાલો,અજમો,મીઠું,લીંબુનો રસ,ચણાનો લોટ, તેલ,ટોમેટો કેચઅપ,મોઝરેલા ચીઝ,લીલી ચટણી,જરૂર મુજબ પાણી.
સૌ પ્રથમ ડુંગળી બટેટાને સ્લાઈસમાં કાપી લો.
હવે બટેટાની સ્લાઈસ પર લીલી ચટણી લગાવીને મોઝરેલા ચીઝ ઉમેરીને ઉપર ડુંગળીની સ્લાઈસ મૂકો.
હવે તેની ઉપર ટોમેટો કેચઅપ લગાવી ફરી મોઝરેલા ચીઝ ઉમેરો અને તેની ઉપર બટેટાની સ્લાઈસ મૂકો.
હવે એક બાઉલમાં ચણાનો લોટ,અજમો,મીઠું-મરચું-હળદર,પાણી વગેરે ઉમેરીને બેટર તૈયાર કરી ગેસ પર એક કડાઈમાં ગરમ કરવા મૂકો.
હવે તૈયાર કરેલી સ્લાઈસની વચ્ચે એક સ્ટીક નાખીને બેટરમાં કોટ કરીને તેલમાં તળી લો.
આલુ-ઓનિયન પકોડા તૈયાર છે તમે ચટણી સાથે તેનો આનંદ માણી શકો છો.
રેસિપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસિપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.