પાપડી ચાટ બનાવવાની રીત


By Vanraj Dabhi08, Jan 2024 10:48 AMgujaratijagran.com

પાપડી ચાટ રેસીપી

આ રેસીપી ઘણા લોકોની ફેવરિટ છે અને તેને બનાવવી પણ સરળ છે પરંતુ શું તમે ક્યારેય ઘરે ટ્રાય કરી છે, ચાલો જાણીએ.

સામગ્રી

1 પેકેટ પાપડી,2 બાફેલા બટાકા,2 ડુંગળી,1/2 કપ દાડમના દાણા,1/4 કપ કોથમીર,1 કપ ઝીણી સેવ,1/2 કપ લીલી ચટણી,1/2 કપ ખાટી મીઠી ચટણી,મસાલા શીંગ,ચાટ મસાલો, જીરું મીઠું.

સ્ટેપ- 1

સૌ પ્રથમ બાફેલા બટાકાને મેશ કરી તેમાં જીરું પાઉડર અને મીઠું નાખી મિક્સ કરો.

સ્ટેપ- 2

હવે પ્લેટમાં પૂરી ગોઠવી બટાકાનો છૂંદો,ડુંગળી ભરીને ચાટ મસાલો ભભરાવો.

સ્ટેપ- 3

હવે તેની ઉપર બંને ચટણી નાખો અને મસાલા શીંગ નાખો.

સ્ટેપ- 4

હવે તેની ઉપર સેવ,દાડમના દાણા અને કોથમીરથી ગાર્નિશ કરો.

સર્વ કરો

હવે તેની ઉપર ચાટ મસાલો છાંટી સર્વ કરો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

મસાલા ભેળ ઘરે બનાવવાની રીત