મસાલા ભેળ ઘરે બનાવવાની રીત


By Vanraj Dabhi08, Jan 2024 10:15 AMgujaratijagran.com

ભેળ રેસીપી

મમરાની ભેળ દરેક લોકોને ખાવી ગમે છે, આ રેસીપીને ગમે તે સમયે બનાવીને ટેસ્ટ માણી શકાય છે, તમે જો તેને ઘરે બનાવવા માંગતા હોવ તો આ રેસીપી અજમાવો.

સામગ્રી

મમરા,સેવ,ચેવડો-ચવાણું,બાફેલા ચણા,પૌવા,શીંગ દાણા,ખાંડ,ટમેટા,બાફેલા બટેટા,લીલું મરચું,લીલી ચટણી,ખાટી ચટણી,સ્વાદ મુજબ મીઠું,ચાટ મસાલો,કોથમરી.

સ્ટેપ- 1

સૌ પ્રથમ એક બાઉલમાં મમરા લો.અને તમામ સામગ્રી સમારીને રેડી કરી લો.

સ્ટેપ- 2

હવે એક બાઉલમા મમરા,સેવ,ચવાણું,બટેટા અને ચણા ઉમેરો.

સ્ટેપ- 3

હવે તેની પર સમારેલા ટમેટા,મરચાના ટુકડા ઉમેરીને મિક્સ કરો.

સ્ટેપ- 4

ત્યાર બાદ તેમાં લીલી ચટણી અને ખાટી મીઠી ચટણી એડ કરી તના પર ચાટ મસાલો છાંટીને મિક્સ કરી લો.

ગાર્નિશ કરો

હવે તેના પર કોથમરી, ડુંગળી, ખાંડ વગેરે ગાર્નિશ કરો.

સર્વ કરો

તમામ સમાગ્રીને ચમચાની મદદથી બરાબર મિક્સ કરી લો અને એક પ્લેટમાં લઈને સર્વ કરો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

ચીઝ ખાંડવી રેસીપી : ચીઝ સ્ટફ ખાંડવી ઘરે બનાવવાની રીત