બેસન,ચોખાનો લોટ,આદુ મરચાની પેસ્ટ, હળદર,હીંગ,ખાટી છાશ,પાણી,કોથમીર,સટફિંગ માટે ચીઝ,લાલ મરચું પાઉડર,કોપરાનુ ખમણ,સ્વાદ પ્રમાણે મીઠું,વઘાર માટે તેલ,રાઇ જીરું,તલ.
સૌ પ્રથમ એક બાઉલમાં લોટને ચાળી લો અને પાણી, છાશ, મીઠું, હળદર, હીંગ, આદુ મરચાની પેસ્ટ નાખો.
હવે તેને સરખી રીતે મિક્સ કરી લો, ખાસ ધ્યાન રાખવું કે ગાંઠા બિલકુલ ન રહે.
હવે ગેસ ચાલુ કરી તેના ઉપર પેન મૂકી તેમાં ખાંડવીનુ મિશ્રણ નાખી સતત હલાવતા રહો.
10 મિનિટ સુધી હલાવતા રહો હવે તેમાં થી થોડું બેટર લઈ થાળીમાં લઇ લો પછી તેને પાથરીને રોલ કરો.
કોથમરી અને ચીઝનુ સટફિગ ભરી રોલ વળી લો.
એક પેનમાં તેલ ગરમ કરી તેમા રાઈ જીરું તલ કોથમરી નાખી વઘાર તૈયાર કરીને ખાડવી પર રેડી દો
તૈયાર છે ટેસ્ટી સ્ટફ ખાંડવી તમે તેને સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.