Palak Pudina Sev: પાલક ફુદીનાની સેવ બનાવવાની રીત


By Vanraj Dabhi04, Nov 2024 12:29 PMgujaratijagran.com

સેવ રેસીપી

દરેક લોકોએ ચણાના લોટની સેવ ખાધી હશે, પરતું આજે અમે સેવની યુનિક રેસીપી જણાવીશું.

સામગ્રી

ચણાનો લોટ, તલ, ફુદીનાના પાન, પાલકના પાન, લીલા મરચાં, મીઠું, તેલ, પાણી.

સ્ટેપ-1

સૌ પ્રથમ એક મિક્સર જારમાં ફુદીના, પાલક, લીલા મરચાં અને પાણી નાખીને પીસી લો.

સ્ટેપ-2

હવે એક બાઉલમાં ચણાનો લોટ કાઢી તેમાં ગ્રાઈન્ડ કરેલ પાલક-ફુદીના અને મરચાંનું મિશ્રણ ઉમેરો.

સ્ટેપ-3

હવે તેમાં તલ, મીઠું, તેલનું મોણ અને થોડું પાણી ઉમેરીને લોટ બાંધી લો.

સ્ટેપ-4

હવે એક કડાઈમાં તેલ ગરમ કરો અને સેવ બનાવવાના મશીનમાં લોટ ભરીને સેવ પાડી લો.

સ્ટેપ-5

સેવ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળીને એક પ્લેટમાં કાઢી લો.

સર્વ કરો

તૈયાર છે ફુદીના પાલકની ચટપટી સેવ, તમે સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Winter Breakfast: શિયાળામાં સૌથી સારો અને પૌષ્ટિક સવારનો નાસ્તો કયો?