ડુંગળીના ભજીયા એ લોકપ્રિય સ્ટ્રીટ ફૂડમાંથી એક છે, ચાલો આજે અમે બજારની જેમ ક્રિસ્પી ડુંગળીના ભજીયા કેવી રીતે બનાવી શકાય તેની રીત જાણીશું.
ચણાનો લોટ,ચોખાનો લોટ,લીલા મરચા,ડુંગળી, અજમો,તેલ જરૂરિયાત મુજબ,આદુ-લસણની પેસ્ટ,લાલ મરચું પાવડર,સ્વાદ મુજબ મીઠું.
સૌ પ્રથમ ડુંગળીને લંબાઈમાં પાતળી કાપો અને લીલા મરચાને પણ બારીક સમારી લો.
હવે એક બાઉલમાં ચણાનો લોટ,મીઠું,અજમો,ચોખાનો લોટ,લાલ મરચું પાવડર,સમારેલા લીલા મરચા, ડુંગળી વગેરે ઉમેરો.
હવે તેમાં બેકિંગ સોડા અને પાણી ઉમેરીને ભજીયાનું બેટર તૈયાર કરો.
હવે એક પેનમાં તેલ ગરમ કરો તેમાં ભજીયાની જેમ હાથ વડે બેટર નાખો.
હવે તેને તેલમાં બ્રાઉન થાય ત્યાં સુધી તળો. તૈયાર છે ક્રિસ્પી ડુંગળીના ભજીયા.
તમે લાલ અને લીલી ચટણી સાથે ગરમ ડુંગળીના ભજીયા સર્વ કરી શકો છો.
તમે ઘરે ક્રિસ્પી ડુંગળી ભજીયા પણ બનાવી શકો છો, આવી વધુ રેસિપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.