ઉનાળો આવતાની સાથે બજારમાં આઈસ કેન્ડી ખાવા લોકોની કતારો લાગતી હોય છે, બજારમાં મળતી કેન્ડીમાં આર્ટિફિશિયલ કલર અને ખાંડ નાખવામાં આવે છે પરંતુ જો તમે ખાંડ અને કલર વગર કેન્ડ આ રીતે ઘરે બનાવી શકો છો.
2 કપ કાળી દ્રાક્ષ,1/2 કપ પાણી,2 ચમચી ચાટ મસાલો,1 ચમચી કાળું મીઠું.
સૌ પ્રથમ એક મિક્સર જારમાં દ્રાક્ષ અને થોડું પાણી ઉમેરીને પીસી લો.
મિશ્રણને એક બાઉલમાં કાઢી તેમાં કાલા નમક,ચાટ મસાલો ઉમેરી મિક્સ કરી લો.
હવે કેન્ડી મોલમાં ઉમેરીને ફ્રીજરમાં સેટ થવા મૂકો.
કેન્ડી તૈયાર થઈ ગઈ છે, તમે સર્વ કરી શકો છો.
ઉનાળામાં તમે ઘરે આ કેન્ડી ટ્રાય કરજો,રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધી વધુ રેસીપી માટે ગુજકરાતી જાગરણ વાંચતા રહો.