મોટાભાગના લોકોને રસાવાળું શાક પસંદ હોય છે,તો આજે આપણે બટાકાનું રસાવાળું શાક બનાવવાની રીત જાણીશું.
બટાકા,ટમેટા,તેલ,જીરું,હીંગ,લસણ,હળદર,લાલ મરચું,ધાણાજીરું,મીઠું,કોથમરી,પાણી.
સૌ પ્રથમ બટાકાને પાણીથી ધોઈને એક કૂકરમાં બાફીને એક છાલ ઉતારી લો અને હવે કડાઈમાં તેલ ગરમ કરો.
હવે તેમા જીરું,રાઈ,હીંગ,લસણ નાખીને સાંતળી લો.
હવે તેમા સમારેલું ટમેટું,લાલ મરચું,હળદર,ધાણાજીરું,મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી લો.
હવે તેમાં થોડું પાણી નાખીને પકાવો અને પછી તેમાં બાફેલા બટાકા ઉમેરીને મિક્સ કરીને થોડીવાર ફરી પકાવો.
હવે તેમાં કોથમરી,ગરમ મસાલો ગાર્નિશ કરીને ગરમા-ગરમ રસાવાળા બટાકાનું શાક રોટલી સાથે સર્વ કરો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.