ડેરી જેવું ઘાટું અને મલાઈદાર દહીં જમાવવાની પરફેક્ટ રીત


By Vanraj Dabhi10, Mar 2024 12:07 PMgujaratijagran.com

દહીં જમાવવાની રીત

ઉનાળામાં મોટાભાગનો લોકો દહીં ખાવાનું પસંદ કરતા હોય છે પરંતુ ગરમીને કારણે પરફેક્ટ દહીં જામતું નથી, તો આજે અમે તમને પરફેક્ટ દહીં જમાવવાની રીત જણાવીશું.

સામગ્રી

મેળવણ માટે દહીં કે છાસ,ગરમ કરેલ દૂધ,માટીનું વાસણ.

સ્ટેપ- 1

સૌ પ્રથમ એક કડાઈમાં અડધો ગ્લાસ પાણી ગરમ કરી તેમાં દૂધ ઉમેરીને ગરમ કરો.

સ્ટેપ- 2

દૂધમાં એક ઉફાણો આવે ત્યાં સુધી ઉકાળી લો અને પછી થોડીવાર ઠંડુ થવા દો.

સ્ટેપ- 3

હવે એક માટીના વાસણમાં થોડી છાસ કે દહીં ઉમેરીને પછી તેમાં ગરમ કરેલું દૂધ રેડો.

સ્ટેપ- 4

હવે તેના પર ઢાંકણ ઢાંકીને 8 કલાક સુધી એક નોરમલ વાતાવરણમાં રાખી મૂકો.

સ્ટેપ- 5

હવે તેને થોડીવાર ફ્રીજમાં ઠડું થવા માટે મૂકો અને પછી બહોર કાઢીને સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

સુખડી બનાવવાની રીત