જો તમને અચાનક ગુલાબ જામુન ખાવાનું મન થાય તો તમારે બજારમાં લેવા જવાની જરૂર નથી આ ટ્રીક મદદથી તમે તરત જ ગુલાબ જામુન ઘરે બનાવી શકો છો, ચાલો જાણો રેસીપી.
મિલ્ક પાવડર- 2 કપ, લોટ- 3 ચમચી, દૂધ- અડધો કપ, ગ્રીસિંગ માટે થોડું ઘી, બેકિંગ પાવડર- એક ચપટી, ગુલાબ જામુન તળવા માટે ઘી. ખાંડ- એક વાટકી, પાણી- દોઢ કપ, ઈલાયચી પાવડર 2 ચપટી, કેસરના દોરા- 7-8
એક વાસણમાં ખાંડ,પાણી,ઈલાયચી પાઉડર અને કેસર નાખીને ઉકાળો જ્યારે ચાસણીમાં એક ઉભરો આવે પછી ગેસ ધીમો કરીને તાર બનવા લાગે ત્યારે ગેસ બંધ કરી ચાસણીને એક બાજુથી ઢાંકી દો.
સૌ પ્રથમ એક કડાઈમાં 2 ચમચી ઘી નાખીને ગરમ કરો અને તેમાં દૂધ ઉમેરીને બરાબર મિક્સ કરીને ગેસ બંધ કરી દો અને દૂધને ઠંડુ થવા દો.
હવે હૂંફાળા દૂધમાં મિલ્ક પાઉડર, બેકિંગ પાવડર અને લોટ ઉમેરીને મિક્સ કરી લો અને લોટની જેમ મસળીને તૈયાર કરેલા મિશ્રણમાંથી ગોળ રસગુલ્લા બનાવો.
હવે મધ્યમ તાપ પર ખાંડ અને પાણી મૂકો અને ચાસણી થવા દો પછી તેમાં ઈલાયચી અને કેસર ઉમેરો.
ત્યારબાદ રસગુલ્લાને તળવા માટે એક કડાઈમાં ઘી ગરમ કરીને ગુલાબ જામુનને ધીમી આંચ પર લાઈટ બ્રાઉન થાય ત્યાં સુધી પકાવી લો.
હવે તૈયાર થયેલ ગુલાબ જામુનને ચાસણીમાં નાખીને 1-2 કલાક માટે રાખો.
તૈયાર છે તમારા સોફ્ટ અને ટેસ્ટી ગુલાબ જામુન. તમે ગમે ત્યારે આવા ગરમ ગુલાબ જામુનનો આનંદ માણી શકો છો.
તમે કોઈપણ તહેવાર પર આ રેસીપી બનાવી શકો છો, રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગર વાંચતા રહો.