જો તમે નિયમિત કઢી ખાવાથી કંટાળી ગયા હોવ અને કંઈક નવું ટ્રાય કરવા માંગતા હોવ તો તમે ગુજરાતી કઢી બનાવીને સર્વ કરી શકો છો. આ ખાધા પછી બધા તમારી રસોઈના વખાણ કરતા જ રહેશે.
દહીં - 2 કપ,ચણાનો લોટ - અડધો કપ, મીઠા લીમડાના પાને - 10, ખાંડેલા લાલ મરચા - 3, કોથમરી સમારેલી - 2 ચમચી, તેલ- જરૂરિયાત મુજબ, મીઠું - સ્વાદ મુજબ,લાલ મરચું પાવડર-1 ચમચી, ખાંડ - 2 ચમચી, હીંગ - 1 ચપટી, સરસવ - 2 ચમચી, તજ પાવડર - 1/4 ચમચી.
ગુજરાતી કઢી બનાવવા માટે સૌ પ્રથમ એક બાઉલમાં દહીં કાઢી લો.
હવે તેમાં ચણાનો લોટ ઉમેરો અને દહીંને સારી રીતે ફેટી લો.
પછી તેમાં લાલ મરચું પાવડર, તજ પાવડર, મીઠું અને પાણી મિક્સ કરો.
હવે એક પેનમાં તેલ, સરસવના દાણા, મીઠા લીમડાના પાન અને હિંગ નાખી વઘાર કરો અને તેમાં દહીં લોટનું દ્રાવણ ઉમેરીને પકાવો.
ઓછામાં ઓછા 20 થી 25 મિનિટ સુધી પકાવીને લાસ્ટમાં તેમાં ખાંડ નાખીને મિક્સ કરો.
તમારી ગુજરાતી કઢી તૈયાર છે. તમે તેને ગરમાગરમ સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.