1 કપ પલાળેલા મગ,આદુના ટુકડા,સ્વાદ મુજબ મીઠું,2 કપ પાણી, તેલ/ઘી,શેકેલ જીરુ,અજમો, હળદર પાવડર,કાળા મરીનો ભૂકો,કોથમીર
એક પ્રેશર કૂકરમાં 1 કપ મગ પલાળી દો.
હવે તેમાં છીણેલ આદુ,સ્વાદ મુજબ મીઠું અને 2 કપથી વધુ પાણી નાખો.
હવે કૂકરનું ઢાંકણ ઢાંકીને 6-7 સીટી સુધી પકાવો
ઠંડુ થાય એટલે ઢાંકણ ખોલીને સ્મૂધ મિશ્રણ બનાવી લો.
હવે એક પેનમાં તેલ/ઘી ગરમ કરો અને તેમાં શેકેલું જીરું,અજમો,હળદર,મગનું પાણી ઉમેરીને તેમાં થોડા કાળા મરીનો ભૂકો નાખીને મિક્સ કરો.
હવે તેમાં ઝીણી સમારેલી કોથમીર ઉમેરીને થોડું ઉકળવા લાગે એટલે ગેસ બંધ કરી સર્વિંગ બાઉલમાં કાઢીને સર્વ કરો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.