જામફળની ચટણી : આ રીતે ઘરે જ બનાવો જામફળની મસાલેદાર ટેસ્ટી ચટણી


By Vanraj Dabhi22, Jan 2024 05:20 PMgujaratijagran.com

જામફળની ચટણી

તમે જામફળની ચાટ અને તેનું અથાણું ઘણી વાર ચાખ્યું હશે, પરંતુ શું તમે ક્યારેય જામફળમાંથી બનેલી ચટણી ખાધી છે. આજે અમે તમને જામફળની ચટણી બનાવવાની રીત જણાવીશું.

સામગ્રી

જામફળ,લસણની કળી,લીલા મરચાં,જીરું,કોથમરી,લીંબુનો રસ,આદુના ટુકડા,મીઠું સ્વાદ મુજબ,પાણી.

સ્ટેપ- 1

સૌ પ્રથમ જામફળ ધોઈ સાફ કરીને તેમાં ચપ્પુ વડે બે ત્રણ ચેકા પાડી તેમાં લસણ અને મરચાની કળીઓ નાખીને રીંગણના ભરથાની જેમ શેકી લો.

સ્ટેપ- 2

ફૂલ ગેસ પર જામફળ શેકીને પછી તેની છાલ ઉતારીને નાના નાના ટુકડા કરી લો.

સ્ટેપ- 3

હવે એક મિક્સર જારમાં જામફળના ટુકડા,આદુ,લીલા મરચા,લસણ,જીરુ-મીઠું,લીંબુનો રસ,કોથમરી નાખીને મિક્સ કરો.

સ્ટેપ- 4

હવે તેમાં થોડુ પાણી ઉમેરીને ગ્રાઈન્ડ કરીને એક બાઉલમાં કાઢી લો.

સર્વ કરો

તૈયાર છે જામફળની મસાલેદાર ટેસ્ટી ચટણી, તમે તેનો આનંદ માણી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

તમે શિયાળામાં પાલકની પુરી ટ્રાય કરી કે નહીં? નોંધી લો સરળ રેસીપી