મગ દાળની સ્વાદિષ્ટ ટિક્કી 10 મિનિટમાં ઘરે જ બનાવો, લાંબો સમય યાદ રહેશે ટેસ્ટ


By Sanket M Parekh28, Jul 2023 04:43 PMgujaratijagran.com

સ્ટેપ-1

મગની દાળની ટિક્કી બનાવવા માટે સૌ પ્રથમ દોઢ કપ આખા મગ લઈને તને પલાળીને ફણગાવો.

સ્ટેપ-2

જે બાદ દાળને ધોઈ નાંખો અને થોડું પાણી મિક્સરમાં પીસી નાંખો. આ વાતનું ધ્યાન રાખો કે, દાળ કરકરી પીસી હોય.

સ્ટેપ-3

દળેલી દાળને એક બાઉલમાં નાંખો અને તેમાં અડધો કપ જીણી કાપેલી ડુંગળી, બે ચમચી ઝીણા કાપેલા મરચા અને એક ચમચી કાપેલું લસણ મિક્સ કરો.

સ્ટેપ-4

જે બાદ તેમાં પોણા કપ ઑટ્સનો લોટ મિક્સ કરો. હવે તેમાં સ્વાદ અનુસાર મીઠુ નાંખીને મિક્સ કરી લો.

સ્ટેપ-5

હવે તૈયાર કરવામાં આવેલા આ મિશ્રણથી ગોળ આકારની ચપટી ટિક્કી બનાવીને તૈયાર કરી લો. હવે એક પેનમાં થોડું તેલ ગરમ થવા મૂકો.

સ્ટેપ-6

આ પેનમાં ટિક્કી નાંખો અને તેને બન્ને તરફથી પીળી થાય ત્યાં સુધી શેકાવા દો. આ દરમિયાન ગેસની મધ્યમ આંચ રહે તેનું ધ્યાન રાખશો.

સ્ટેપ-7

તમામ ટિક્કીને આ રીતે ફ્રાય કરીને ક્રિસ્પી કરી લો. આ રીતે માત્ર 10 મિનિટમાં તમારી મગ દાળની ટિક્કી બનીને તૈયાર થઈ જશે.

સ્નેક્સ માટે ઓછા સમયમાં બની જશે ક્રિસ્પી રવા કચોરી, જાણી લો સ્ટેપ બાય સ્ટેપ રેસિપી