સામાન્ય રીતે મૂળા શિયાળામાં સૌથી પ્રિય શાકભાજી છે અને તેને ઘણી અદ્ભુત રીતે ખાઈ શકાય છે. જેમ કે તમે મૂળાની ચાટ બનાવી શકો છો અથવા મૂળાના થેપલા પણ એટલા જ સ્વાદિષ્ટ હોય છે. તો આજે આ અમે તમને મૂળાની કેટલીક અદ્ભુત વાનગીઓ વિશે જણાવી રહ્યા છીએ.
મૂળી થેપલા એ ઘઉંના લોટ, મૂળા અને મસાલાની મદદથી તૈયાર કરાયેલ સ્વાદિષ્ટ ગુજરાતી નાસ્તાની રેસીપી છે. તેઓ ખૂબ જ હળવા અને સ્વાદિષ્ટ હોય છે.
1 કપ છીણેલો મૂળો, 1.5 કપ આખા ઘઉંનો લોટ, 2 ચમચી ચણાનો લોટ, 1 થી 2 ચમચી દહીં, લીલા મરચાં અને આદુની પેસ્ટ, અડધી ચમચી ધાણા પાવડર, અડધી ચમચી જીરું પાવડર, અડધી ચમચી લાલ મરચું. પાવડર, હળદર પાવડર 1 ચમચી, તેલ અથવા ઘી, જરૂર મુજબ મીઠું.
મૂળાને એક વાસણમાં કે થાળીમાં ધોઈ તેની છાલ ઉતારીને છીણીને પ્લેટમાં કાઢી લો.
હવે તેમાં ધાણા પાવડર, જીરું પાવડર, લાલ મરચું પાવડર, હળદર પાવડર, આદુ-લીલા મરચાની પેસ્ટ અને ચમચી મીઠું અથવા જરૂર મુજબ ઉમેરો.
મસાલાને ખૂબ સારી રીતે મિક્સ કરીને 5 મિનિટ માટે ઢાંકીને બાજુ પર રાખો થોડીવારમાં મૂળામાંથી રસ નિકળશે.
હવે તેમાં 1.5 કપ ઘઉંનો લોટ, 3 ચમચી ચણાનો લોટ ઉમેરીને આંગળીઓ વડે સારી રીતે મિક્સ કરી તેમાં 1 થી 2 ચમચી દહીં અને 1 ચમચી તેલ ઉમેરીને સારી રીતે લોટ બાંધો.
લોટને પ્લેટ અથવા કપડાથી ઢાંકીને 5 થી 6 મિનિટ માટે સેટ થા દો અને પછી એક મિનિટ માટે લોટને ફરીથી કૂણીને તેમાંથી મધ્યમ કદના બોલ બનાવો.
હવે બોલ પર થોડો લોટ છાંટીને વેલણ વડે ધીમેધીમે પાતળી રોટલી જેમ વણીને તવા પર બંને બાજુથી પકાવી લો.
બંને બાજુ થોડું તેલ અથવા ઘી લગાવીને ફરી પલટાવો. થોડીવારમાં તમારા મૂળાનો થેપલા તૈયાર તમે તેને ગરમાગરમ સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.