યુનિક રેસિપી : મગના લોટનો ગુંદર પાક બનાવવાની રીત


By Vanraj Dabhi13, Feb 2024 11:18 AMgujaratijagran.com

મગનો ગુંદ પાક

શિયાળામાં મગના લોટનો ગુંદર પાક ખાશો તો હાડકાં લોખંડ જેવા મજબુત અને શરીર હુસ્ટ પુસ્ટ બની જાશે,આવો જાણીએ તેની રેસિપી વિશે.

સામગ્રી

મગનો લોટ,ગુંદ,ઘી,ડ્રાયફ્રૂટ્સ,તરબૂચના બીજ,ખસખસ,નારિયેળનું કોપરું,ગોળ,મસાલા.

સ્ટેપ- 1

સૌ પ્રથમ એક મિક્સર જારમાં મગ નાખીને પાવડર બનાવી લો અને ફરી મિકસર જારમાં ગુંદ નાખીને તેનો પાવડર બનાવી લો.

સ્ટેપ- 2

હવે એક બાઉલમાં ચારણી વડે મગના લોટને ચાળી લો.

સ્ટેપ- 3

હવે એક પેનમાં એક ચમચી ઘી ગરમ કરી સમારેલા ડ્રાયફ્રૂટ્સ શેકી લો.

સ્ટેપ- 4

હવે તે પેનામાં એક વાટકો ઘી ગરમ કરી તેમાં મગનો પાવડર શેકી પછી તેમાં ગુંદનો પાવડર,તરબૂચના બીજ,ખસખસ,નારિયેળનું કોપરું,શેકેલા ડ્રાયફ્રૂટ્સ ઉમેરીને મિક્સ કરી લો.

સ્ટેપ- 5

હવે બીજા પેનમાં ગોળ ઓગાળી તેમાં મસાલા મિક્સ કરી મિશ્રણને અગાઉના પેનમાં તૈયાર કરેલ મગ ગુંદર પાકમાં ઉમેરીને સારી રીતે મિક્સ કરી લો.

સર્વ કરો

હવે એક થાળીમાં મિશ્રણને બહાર કાઢીને થોડુ ઠંડુ થાય પછી લાડું અથવા ચોસલા બનાવીને સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસિપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ રેસિપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

ફરસાણની દુકાન જેવા પાપડી ગાઠિયા ઘરે કેવી રીતે બનાવવા