વરસાદની મોસમમાં ભજીયા ખાવાનું લગભગ બધાને ગમે છે. તમે ઘણી વસ્તુઓના પકોડા બનાવી શકો છો. તેમાંથી એક છે મરચાના પકોડા. શું તમે ક્યારેય મરચાના ભજીયા ખાધા છે? જો નહીં તો જાણો તેની સરળ રેસીપી...
મોટા લીલી મરચા 4-5, ચણાનો લોટ- 3 થી 4 ચમચી, ચોખાનો લોટ - 1 ચમચી, લાલ મરચું પાવડર- અડધી ચમચી, આમચૂર પાવડર- 2 ચમચી, આદુ લસણની પેસ્ટ-અડધી ચમચી, મીઠું - સ્વાદ અનુસાર, જીરું પાવડર- અડધી ચમચી, કાળા મરી પાવડર- 1/4 ચમચી
સૌથી પહેલા એક બાઉલમાં ચણાનો લોટ, મીઠું, જીરું પાવડર, કાળા મરી પાવડર, આદુ-લસણની પેસ્ટ વગેરે ઉમેરો. પછી પાણી મિક્સ કરીને બેટર તૈયાર કરી લો.
હવે મરચાંને સ્વચ્છ પાણીથી ધોઈ લો અને વચ્ચેથી ચીરો પાડીને તેના બીજ કાઢી લો. ત્યારબાદ તેમાં મીઠું અને આમચૂર પાવડર ઉમેરો.
હવે એક પેનમાં તેલ ગરમ કરો અને જ્યારે તેલ ગરમ થઈ જાય, ત્યારે આમચૂર ભરેલા મરચાંને ચણાના બેટરમાં ડૂબાડીને તેલમાં નાખો.
પછી તેને હલકા બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરો અને પલટાવીને પણ તળી લો. આ રીતે બધા મરચાના ભજીયા બનાવી લો.
તેને તમે લાલ અને લીલી ચટણી સાથે ભજીયા ગરમાગરમ સર્વ કરી શકો છો. મોનસૂનમાં સાંજના સ્નેક્સમાં તમે તેને બનાવી શકો છો.