ભોજન સાથે રાયતું ખાવું દરેકને પસંદ હોય છે, મોટા ભાગના લોકોએ બૂંદીનું રાયતું ખાધુ હશે, આજે અમે તમને ફુદીનાનું રાયતું સરળ અને ઝડપથી બનાવતા શીખવીશું.
દહીં, ફુદીનાના પાન, લીલા ધાણા, ખાંડ, મીઠું, સંચળ, શેકેલા જીરાનો પાઉડર, ડુંગળી.
સૌ પ્રથમ ફુદીનાના પાન,કોથમરીને ધોઈને જીણા સમારી લો.
હવે એક મિકસર જારમાં ફુદીનાના પાન,કોથમરી, દહીં, ખાંડ અને મીઠું ઉમેરીને પીસીને પ્યુરી બનાવો.
હવે એક બાઉલમાં દહીં લો અને ચમચી અથવા વ્હિસ્કથી વલોવી લો.
હવે તેમાં ફુદીનાની પ્યુરી, શેકેલા જીરાનો પાઉડર અને એક ચપટી સંચળ નાખીને મિક્સ કરી લો.
હવે તેમાં બારીક સમારેલી ડુંગળી ગાર્નિશ કરીને સર્વ કરો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી અવનવી રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.