શિયાળામાં માર્કેટમાં લીલાં શાકભાજી પુષ્કળ પ્રમાણમાં આવતા હોય છે. ત્યારે વિવિધ પ્રકારના શાકભાજી પણ આ સિઝનમાં જોવા મળે છે. તેથી જો તમને પણ શાક ખાવાનું પસંદ હોય તો આજે અમે તમારા માટે લાવ્યા છીએ સ્વાદિષ્ટ મેથીની શાકની સરળ રેસીપી.
મેથીની પાન- બારીક સમારેલ, લસણ, લીલું અને લાલ મરચું, સરસવનું તેલ, મીઠું વગેરે.
સૌથી પહેલા મેથીના પાનને નાના ટુકડા કરી લો. પાણી વડે તેને 4-5 વખત સારી રીતે ધોઈને સાફ કરો.
હવે એક પેનને ધીમી આંચ પર મૂકો અને તેમાં બે ચમચી સરસવનું તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં લસણના 5-6 ટુકડા અને એક ચમચી મરચું નાખો.
ત્યાર બાદ તેમાં સ્વાદ મુજબ મીઠું અને બારીક સમારેલા લીલા મરચા નાખીને ચમચા વડે મિક્સ કરો. તેમાં સમારેલી મેથીના પાન નાખીને મિક્સ કરો અને તેને પ્લેટથી ઢાંકી દો.
મેથીની ભાજીને મધ્યમ આંચ પર પકાવો અને થોડી થોડી વારે હલાવતા રહો. તેનાથી ભાજી સારી રીતે રાંધશે.
આ પછી જ્યારે તમને લાગે કે ભાજી તૈયાર થવા જઈ રહી છે ત્યારે તેમાં થોડું બટર નાખીને તેને થોડીવાર હલાવો.
હવે એક વાસણમાં સરસવનું તેલ, હિંગ, લાલ મરચું પાવડર અને સરસવના દાણા ઉમેરીને વઘાર તૈયાર કરો. આ મસાલાને ભાજીમાં મિક્સ કરો. હવે તેને ગરમાગરમ સર્વ કરો.
તમે આ સરળ સ્ટેપ્સ વડે સ્વાદિષ્ટ મેથીનો સાગ પણ તૈયાર કરી શકો છો, આવી અન્ય માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.