પંજાબી સ્ટાઈલમાં મેથીની કઢી બનાવવાની રેસીપી એકવાર જરૂર ટ્રાય કરો


By Vanraj Dabhi16, Feb 2024 02:39 PMgujaratijagran.com

સામગ્રી

દહી,ચણાનો લોટ,પાણી,મરચું-હળદર,ગરમ મસાલો,ધાણાજીરું પાવડર,મેથીના પાંદડા,સ્વાદ પ્રમાણે મીઠું,આખા લાલ મરચા ,જીરું,આખા ધાણા,મેથીના દાણા,રાઈ,મીઠો લીમડો,આદુ-લસણની પેસ્ટ,ડુંગળી,કસુરી મેથી.

સ્ટેપ- 1

સૌ પ્રથમ એક મેથીના પાંદડા તોડી પાણીથી ધોઈને સાફ કરી લો.

સ્ટેપ- 2

બાઉલમાં દહીં,ચણાનો લોટ,ધાણાજીરું,ગરમ મસાલો,હળદર,મરચું,મીઠું અને પાણી ઉમેરીને મિક્સ કરી ઘોલ બનાવી લો.

સ્ટેપ-3

હવે એક પેનમાં તેલ ગરમ કરીને સમારેલી મેથી ઉમેરીને સાંતળી તેમાં ચણાના લોટનું ઘોલ ઉમેરીને મિક્સ કરી લો.

સ્ટેપ- 4

થોડું પાણી ઉમેરીને સારી રીતે પકાવી લો.

સ્ટેપ- 5

હવે એક પેનમાં તેલ ગરમ કરી બધા મસાલા ઉમેરીને વઘાર કરી ડુંગળી ઉમેરીને સાંતળી મેથીના મિશ્રણમાં ઉમેરીને મિક્સ કરી લો.

સર્વ કરો

તૈયાર છે પંજાબી સ્ટાઈલ મેથીની કઢી તમે પરાઢા સાથે સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસિપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ રેસિપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

ક્રિસ્પી ઢોસાનો મસાલો બનાવવાની રીત