મેથી અને ડુંગળી વાળની તંદુરસ્તી માટે પ્રાચીન અને અસરકારક ઉપાય માનવામાં આવે છે. તે વાળ ખરવાનું અટકાવવા, વાળને મજબૂત બનાવવા અને ચમકદાર બનાવવામાં મદદ કરે છે. આ કુદરતી તેલમાં રહેલા પોષક તત્વો તમારા સ્કાલ્પને પોષણ આપીને, વાળના અંદર સુધી અસર કરે છે, જેનાથી તે લાંબા સમય સુધી મજબૂત રહે .
2 ચમચી મેથીના દાણા અને એક મધ્યમ કદની ડુંગળી (બારીક સમારેલી) લાવો.
મેથીના દાણા પલાળવા માટે, રાતભર અથવા ઓછામાં ઓછા 8 કલાક પાણીમાં મૂકો, જેથી તે નરમ થાય.
પલાળેલી મેથીના દાણા અને સમારેલી ડુંગળીને ગ્રાઈન્ડરમાં મુકી, બારીક પેસ્ટ બનાવી લો.
એક વાસણમાં 1 કપ નાળિયેર તેલ ગરમ કરો.
તેલમાં મેથી અને ડુંગળીની પેસ્ટ ઉમેરી 10-15 મિનિટ સુધી ધીમાં ગેસ પર ઉકાળો.
તેલ ઠંડું થઈ જાય પછી પેસ્ટને ગરણી વડે ગાળી લો, અને ફક્ત તેલને એક એર ટાઈટ બોટલમાં સ્ટોર કરી લો
આ તેલ વાળ ખરતો અટકાવવા અને વાળ મજબૂત અને ચમકદાર બનાવવામાં મદદ કરે છે.