દૂધમાંથી ઇન્સ્ટન્ટ માવો બનાવવાની સરળ રેસીપી નોંધી લો


By Vanraj Dabhi20, Jan 2024 01:07 PMgujaratijagran.com

સામગ્રી

દૂધ,મિલ્ક પાવડર,ઘી.

સ્ટેપ- 1

દૂધમાંથી ઇન્સ્ટન્ટ પરફેક્ટ માવો બનાવવા માટે ગેસ પર એક તવા મૂકીને તેમાં ઘી ઉમેરીને તેને ધીમી આંચ પર સારી રીતે ગરમ કરો.

સ્ટેપ- 2

ઘી ગરમ થાય પછી તેમાં દૂધ ઉમેરીને સારી રીતે મિક્સ કરો અને ઉકાળો.

સ્ટેપ- 3

દૂધ ઉકળવા લાગે પછી તેમાં મિલ્ક પાવડર નાખીને થોડું-થોડું મિક્સ કરો.

સ્ટેપ- 4

હવે તેને ધીમી આંચ પર જ્યાં સુધી તે ઘટ્ટ ન થઈ જાય ત્યાં સુધી પકાવો.

સ્ટેપ- 5

માવો ઘટ્ટ થઈ જાય એટલે માવાને તવામાંથી એક બાઉલમાં કાઢી લો.

સર્વ કરો

હવે તમારો પરફેક્ટ ઇન્સ્ટન્ટ માવો તૈયાર છે તમે તેમાંથી તમારી મનપસંદ મીઠાઈઓ બનાવી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

સાંજ કે નાસ્તા માટે એકદમ સોફ્ટ અને ટેસ્ટી પૌવા બનાવવાની રીત