માચા ગ્રીન ટી ઘરે કેવી રીતે બને? જાણો તેના સ્વાસ્થ્ય લાભો


By Vanraj Dabhi20, Jun 2025 12:22 PMgujaratijagran.com

માચા ટી

ઘણા લોકો ચા પીવાના શોખીન હોય છે. પરંતુ તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક નથી, તમે તેના બદલે તમારા ડાયટમાં માચા ટીનો સમાવેશ કરી શકો છો.

માચા ટીના ફાયદા

માચા ટીનું સેવન શરીર માટે ઘણી રીતે ફાયદાકારક છે. આજે આપણે તેના ફાયદા વિશે જાણીશું.

જાપાની ચા

માચા ટી એક જાપાની ચા છે. આ લાંબી પ્રક્રિયા બાદ તૈયાર થાય છે. આ ચાની પત્તીમાં બ્રાઇટ ગ્રીન પાવડર નાખીને બનાવવામાં આવે છે.

આ રીતે તૈયાર કરો

માચા ગ્રીન ટી સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. આને લીલા સૂકા પાંદડા પીસીને તૈયાર કરવામાં આવે છે.

સામગ્રી

માચા ટી પાવડર, પાણી, મધ.

કેવી રીતે બનાવવી

સૌપ્રથમ એક તપેલીમાં પાણી ગરમ કરો પછી તેમાં માચા પાવડર ઉમેરીને તેને ફીણ જેવું ન થાય ત્યાં સુધી હલાવો. સ્વાદ માટે તમે મધનો પણ ઉપયોગ કરી શકો છો.

વજન ઓછું કરે

માચા ટીમાં એન્ટીઑકિસડન્ટનું પ્રમાણ ખૂબ વધુ હોય છે. જે વજન ઓછું કરવામાં મદદ કરે છે.

તણાવ ઘટાડે છે

માચા ટી પીવાથી શરીરમાં ડોપામાઇન અને સેરોટોનિન હોર્મોન્સ મુક્ત થાય છે, જે તણાવ ઘટાડે છે. તેનું સેવન મૂડ સારો રાખે છે.

હૃદયની સમસ્યા

માચા ગ્રીન ટીનું સેવન હૃદય સંબંધિત સમસ્યાઓને પણ દૂર રાખે છે. તેમાં રહેલા ગુણધર્મો શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડે છે.

ડોક્ટરની સલાહ લો

આ લેખ માત્ર માહિતી અને સૂચનાઓની જાણકારીઓ પર આધારિત છે. વધુ માહિતી માટે નિષ્ણાંતની સલાહ લો.

પોટેશિયમનું પાવરહાઉસ આ નાનકડું ફળ હૃદયના દર્દીઓ માટે રામબાણ છે