શક્કરપારા તો તમે ખાધા હશે પરંતુ આજે અમે તમને મસાલા કાજુ બનાવવાની યુનિક રેસીપી જણાવીશું.
ઘઉંનો લોટ, અજમો, જીરું, કલોંજી અથવા કાળા તલ, મરીનો ભુકો, હિંગ, મીઠું, ઘી, પાણી,સંચળ, શેકેલા જીરા પાઉડર, લાલ મરચું પાઉડર, આમચૂરણ,તેલ.
સૌ પ્રથમ એક બાઉલમાં ઘઉંનો લોટ, અજમો,કલોંજી, મરીનો ભુકો, હિંગ, મીઠું, ઘી ઉમેરો.
હવે હાથ વડે બધું મિક્સ કરી થોડું થોડું પાણી ઉમેરીને લોટ બાંધી લો.
હવે એક વાટકામાં સંચળ, શેકેલા જીરા પાઉડર, લાલ મરચું પાઉડર, આમચૂરણ ઉમેરીને મિક્સ કરી મસાલો બનાવી લો.
હવે લોટમાંથી લૂઆ બનાવી રોટલી વણી બોટલના ઢાંકણ વડે કાજુ જેવા નમકપારા બનાવી લો.
હવે એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં કાજુ ઉમેરીને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો.
તૈયાર છે મસાલા કાજુ નમકપારા ઉપર કાજુનો મસાલો સ્પ્રિંકલ કરીને સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.