Chutney: ચોરાફળી સ્પેશિયલ તીખી ચટણીની રેસીપી


By Vanraj Dabhi04, Nov 2024 03:52 PMgujaratijagran.com

તીખી ચટણીની રેસીપી

તમે ચોરાફળી માટે ચટણી બજારમાંથી લઈ આવવાને બદલે તમે પણ બનાવી શકો છો, નોંધી લો આ સરળ રેસીપી.

સામગ્રી

ફુદીનાના પાન, લીલાં મરચાં, કોથમીર, દહીં, ચણાનો લોટ, ચાટ મસાલો, મીઠું, પાણી.

સ્ટેપ-1

સૌ પ્રથમ ફુદીના, લીલાં મરચાં, કોથમીર ધોઈને સાફ કરી સમારી લો.

સ્ટેપ-2

હવે એક મિક્સર જારમાં ફુદીના, લીલાં મરચાં, કોથમીર, દહીં ઉમેરીને ગ્રાઈન્ડ કરી લો.

સ્ટેપ-3

હવે તેમાં ચાટ મસાલો, મીઠું, ચણાનો લોટ નાખીને ફરીથી ગ્રાઈન્ડ કરી લો.

સ્ટેપ-4

હવે એક પેનમાં તૈયાર કરેલ ચટણીનું મિશ્રણ ઉમેરીને થોડી વાર ગરમ કરી લો.

સર્વ કરો

તૈયાર છે ચોરાફળી સ્પેશિયલ ચટણીની રેસીપી, તમે સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Palak Pudina Sev: પાલક ફુદીનાની સેવ બનાવવાની રીત