દરેક લોકો સવારે કે સાંજે નાસ્તામાં ચા સાથે ભાખરી ખાવાનું પસંદ કરતા હોય છે, ચાલો આજે મસાલા ભાખરી બનાવવાની રીત જાણીએ.
ઘઉનો કરકરો લોટ, પાણી, મીઠું, લાલ મરચું પાઉડર, હળદર, ધાણાજીરું, કોથમરી, લીલી મેથી, લસણવાળી ખાંડેલી ચટણી, તેલ .
સૌ પ્રથમ એક કાથરોટમાં થોડુ પાણી, મીઠું, લાલ મરચું પાઉડર, હળદર, ધાણાજીરું ઉમેરો.
હવે તેમાં ઝીણા સમારેલ કોથમરી, લીલી મેથી, લસણવાળી ખાંડેલી ચટણી, તેલ ઉમેરો.
હવે તેમાં ઘઉનો લોટ અને જરૂર મુજબ પાણી ઉમેરીને લોટ બાંધી લો.
હવે લોટમાંથી લૂઆ બનાવી પાટલા પર મૂકી વેલણની મદદથી ગોળ બાખરી વણી લો.
હવે એક તવો ગરમ કરી તેની પર એક ચમચી તેલ નાખીને ભાખરીને બંને બાજુ શેકી લો.
તૈયાર છે મસાલા ભાખરીની યુનિક રેસીપી, તમે ચા સાથે સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.