ઉનાળામાં કેરી ખાવાનો આનંદ તો અનેરો જ હોય છે, આ સિવાય કેરીથી બનેલી વાનગી ખાવાની પણ મજા આવે છે. જો તમે કેરીની કુલ્ફી ટ્રાય ન કરી હોય તો આજે જ બનાવો, બનાવામાં પણ છે એકદમ સરળ. આવો જાણીએ મેંગો કુલ્ફી બનાવવાવી સરળ રીત વિશે
મીઠી પાકેલી કેરી પસંદ કરો. તેને ચેક કરવા તેને હળવા હાથે સહેજ દબાવો, પાકેલી કેરી નરમ લાગશે
કેરીને છોલીને તેને ઝીણી સમારી લો, એને મીક્ષરમા નાખીને ક્રશ કરી સરસ પ્યુરી બનાવી લો
જો કેરી વધુ મીઠી ન હોય તો તેમા તમે ખાંડ અથવા કન્ડેન્સ્ડ મિલ્ક ઉમેરી શકો છો. જો કે, પાકેલી કેરી કુદરતી રીતે જ બવ મીઠી હોય છે.
તેમાં થોડો નવો ટેસ્ટ આપવા માટે એક ચપટી એલચી પાવડર અથવા કેસર ના એક-બે દોરા ઉમેરો
હવે પેનમા કેરીની પ્યુરીને મીડીયમ ગેસ ઉપર 12- 20 મિનિટ સુધી ગરમ કરો, જ્યાં સુધી તે ઘટ્ટ ન થાય,વચ્ચે વચ્ચે તેને હલાવતા રહો.
એકવાર પ્યુરી ઘટ્ટ થઈ જાય, પછી તેમા લગભગ 1/4 કપ હેવી ક્રીમ અથવા ફુલ-ફેટ દૂધ ઉમેરો અને સારી રીતે હલાવી લો
હવે તૈયાર કરેલા મીક્સરને કુલ્ફીના મોલ્ડ અથવા નાના કાગળના કપમાં રેડો,હવે તેમાં લાકડીઓ દાખલ કરો, ઓછામાં ઓછા 8 કલાક અથવા આખી રાત તેને ફ્રીઝ કરી લો
હવે કુલ્ફીને ફ્રીઝરમાંથી કાઢી લો, કુલ્ફીને ઢીલી કરવા માટે થોડી સેકંડ માટે ગરમ પાણીની નીચે મોલ્ડ ચલાવો. અને ધીમેધીમે બહાર કાઢો , તૈયાર છે તમારી ટેસ્ટી રીફ્રેશીગ કુલ્ફી