મલાઈ કોફ્તા એક એવું શાક છે જેમાં બાફેલા બટેકાના ગોળામાં મલાઈ અને સૂકા મેવા ભરીને કોફ્તા બનાવીને તેને તેલમાં તળવામાં આવે છે અને પછી ટામેટાં અને ડુંગળીથી બનેલી ખાટી-હલ્કી મીઠી-તીખી ગ્રેવીમાં પકાવવામાં આવે છે.
1 કપ છીણેલું પનીર, 1 કપ બાફેલા બટેટા, 1-2 કપ છીણેલું ગાજર, 2 ચમચી કેચઅપ, 1 કપ કેપ્સિકમ, 4 ચમચી હળદર, 4 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી આદુ લસણની પેસ્ટ, 3 ચમચી કોર્નફ્લોર, 1 કપ કોથમીર, મીઠું, 2 કપ ટામેટાની પ્યુરી, 1 કપ ડુંગળી, 1 ચમચી જીરું, 1 ચમચી કસૂરી મેથી.
સૌ પ્રથમ એક બાઉલમાં છીણેલું ચીઝ, બાફેલા બટેટા, ગાજર, કેપ્સિકમને સારી રીતે મિક્સ કરો.
હવે તેમાં આદુ લસણની પેસ્ટ, ટોમેટો કેચપ, બધા સૂકા મસાલા અને કોથમીર ઉમેરીને બરાબર મિક્સ કરી લો.
ત્યાર બાદ આ મિશ્રણમાં કોર્નફ્લોર ઉમેરીને થોડી વાર રાખો. હવે એક પેનમાં તેલ ગરમ કરો.
ત્યારબાદ આ મિશ્રણમાંથી ગોળ આકારના કોફતા બનાવીને તેલમાં સારી રીતે તળી લો અને પ્લેટમાં કાઢી લો.
હવે એક પેનમાં તેલ ગરમ કરો. તેમાં ડુંગળી અને કાજુને સાંતળીને મિક્સરમાં ઘટ્ટ પેસ્ટ તૈયાર કરો.
હવે એક પેનમાં માખણ ગરમ કરો. હવે તેમાં આખો મસાલો અને ડુંગળીની પેસ્ટ નાખીને સારી રીતે ફ્રાય કરો.
ત્યાર બાદ તેમાં આદુ-લસણની પેસ્ટ ઉમેરીને બરાબર શેકી લો. થોડી વાર પછી ટામેટાની પ્યુરી ઉમેરો.
હવે તેમાં બધો સૂકો મસાલો, જીરું પાવડર અને વરિયાળી પાવડર ઉમેરીને બરાબર ફ્રાય કરો.
થોડી વાર પછી ગ્રેવી પ્રમાણે પાણી ઉમેરો. ગ્રેવી ઉકળે એટલે કોફતા ઉમેરો.
ત્યાર બાદ તેમાં કસુરી મેથી અને કોથમીર ગાર્નિશ કરીને નાખી ગેસ બંધ કરી દો, તમારા મલાઈ કોફ્તા તૈયાર છે તમે તેને સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.