2 કપ પૌવા, 1 ડુંગળી બારીક સમારેલી, 1 બટેકું બારીક સમારેલું,1/3 ચમચી રાઈ, 1/2 ચમચી જીરું, 8-10 લીમડાના પાન, 1 લીલું મરચું, બારીક સમારેલું, 1 ચપટી હીંગ, 1/2 ચમચી મગફળીના દાણા, 1/4 ચમચી હળદર, 1/2 ચમચી લીંબુનો રસ, 1/2 ચમચી ખાંડ, 1 ચમચી છીણેલું નારિયેળ, મીઠું સ્વાદ પ્રમાણે, 2 ચમચી તેલ, 1/4 કપ દાડમના દાણા, 2 ચમચી બારીક સમારેલા કોથમરી.
સૌ પ્રથમ પૌવાને એક મોટી ચાળણીમાં નાખીને તેને પાણીમાં એક બે વાર ધોઈ લો અને તેની ઉપર મીઠું અને ખાંડ છાંટો અને બરાબર મિક્સ કરીને એકબાજુ રાખી દો.
હવે એક કડાઈમાં 2-ચમચી તેલ ગરમ કરો. તેમાં રાઈ, જીરું, લીલું મરચું, લીમડાના પાન, મગફળી અને એક ચપટી હીંગ નાખોં. મરચું ક્રિસ્પી થવા લાગે ત્યાં સુધી પકાવો.
હવે તેમાં કાપેલી ડુંગળી નાખીને તેને હલ્કી ગુલાબી રંગની થાય ત્યાં સુધી સાંતળો અને તેમાં કાપેલું બટેકું અને મીઠું નાખીને થોડીવીર પકાવો.
હવે તેમાં હળદર નાખીને બરાબર મિક્સ કરો અને એક મિનિટ માટે પકાવો પછી તેમાં પલાળેલા પૌવા નાખીને બરાબર મિક્સ કરો.
ત્યાર બાદ તેને 2-૩ મિનિટ માટે પકાવો અને તેમાં લીંબુનો રસ, સૂકું છીણેલું નારિયેળ અને બારીક સમારેલા કોથમરી નાખોં.
કોથમરી ગાર્નિશ કરીને ગેસ બંધ કરો, તૈયાર છે તમારે બટાકા પૌવા, તમે તેને સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.