જો તમે ગાર્લીક બ્રેડ ખાવાનું ખૂબ પસંદ કરતા હોવ પણ સામે તમને વજન વધી જવાની પણ ચિંતા હોય તો આ એક ઉપાય તમે અજમાવી શકો છો. અમે તમારી માટે લઈ આવ્યા છે, લો-ફેટ ગાર્લીક બ્રેડની રેસીપી જે તમે ઘરે સરળતાથી બનાવી શકો છો. ચાલો જાણીએ.
1 કપ ઘઉંનો લોટ, 1 ચમચી મીઠું, 1 ચમચી લસણનો પાવડર, ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ, અડધી ચમચી ખાવાનો સોડા અને પાવડર, સાથે બટર અને અડધો કપ પાણી.
એક કડાઈમાં ઘઉંનો થોડો લોટ લો અને મીઠું અને લસણ પાવડર ઉમેરો
હવે તેમાં ચિલી ફ્લેક્સ, ઓરેગાનો અને થોડું બટર ઉમેરો અને મિક્સ કરો.
બટર પેપરનો ઉપયોગ કરો અને લોટને અડધા ગોળકાર રાખો. હવે ચપ્પું વડે ઉપર કેટલાક ચીરા પાડી દો.
બટર ઓગળે પછી તેમાં ઓરેગાનો ઉમેરો. લસણને બ્રેડ પર બ્રશ કરી લો.
હવે બ્રેડને લગભગ 10 મિનિટ માટે પ્રીહિટેડ ઓવનમાં બેક કરો. તે બહારથી ક્રિસ્પી અને અંદરથી નરમ થાય ત્યાં સુધી બેક થવા દો
તેને બહાર કાઢો, તમારી હોમમેઇડ બ્રેડ તૈયાર છે. વજન વધવાની કોઈ ચિંતા વગર તેને એન્જોય કરો.
જો તમને સ્ટોરી પસંદ આવી હોય, તો તેને શેર કરો. વધુ અપડેટ માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ.