Winter Chapped Lips: શિયાળામાં હોઠ ફાટે તો શું કરવું?


By Vanraj Dabhi19, Nov 2024 06:15 PMgujaratijagran.com

હોઠ ફાટવાની સમસ્યા

શિયાળામાં ઘણા લોકોને હોઠ ફાટવાની સ્સમયા થતી હોય છે, તેથી આજે અમે શુષ્ક હોઠને નરમ કરવા માટેના ઘરેલું ઉપચાર વિશે જણાવીશું.

બદામનું તેલ લગાવો

જો તમે શિયાળામાં ફાટેલા હોઠથી પરેશાન છો તો દરરોજ સૂતા પહેલા હોઠ પર બદામનું તેલ લગાવો.

નાળિયેરનું તેલ લગાવો

ફાટેલા હોઠને સાજા કરવા માટે નારિયેળનું તેલ એક સારો ઉપાય છે. જે લોકો હોઠ અને ત્વચા પર નારિયેળનું તેલ લગાવે છે તેમને સૂકા હોઠની સમસ્યા નથી થતી.

હોઠ પર ક્રીમ લગાવો

ફાટેલા હોઠ પર ક્રીમ લગાવવાથી હોઠ ક્રીમની જેમ નરમ થઈ જાય છે. દરરોજ સૂતા પહેલા હોઠ પર ક્રીમ લગાવો અને મસાજ કરો.

હોઠ પર મધ લગાવો

જે લોકોને હોઠ ફાટવાની સમસ્યા હોય તેમણે હોઠ પર મધનો ઉપયોગ કરવો જોઈએ. તેનાથી હોઠ મુલાયમ થશે અને તિરાડો પણ ઓછી થશે. તેનાથી હોઠનો દુખાવો પણ ઓછો થશે.

વાંચતા રહો

જીવનશૈલી સંબંધિત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Joint Pain In Winter: શિયાળામાં સાંધા અને હાડકાનો દુખાવો મટાડવા શું કરવું?