શિયાળામાં લીલી તુવેરની ક્રિસ્પી અને ક્રન્ચી કચોરી ટ્રાય કરી છે, નોંધી લો રેસીપી


By Vanraj Dabhi11, Dec 2023 10:56 AMgujaratijagran.com

લીલી તુવેરની કચોરી

શિયાળામાં લીલી તુવેર માર્કેટમાં ખૂબ જોવા મળતી હોય, અને શિયાળામાં લોકો કઈક અલગ ટ્રાય કરવાનું પસંદ કરતા હોય છે, તેથી તમે પણ જો કઈક અલગ ટ્રાય કરવા માંગતા હોવ તો આજે અમે તમને ટેસ્ટી અને હેલ્દી રેસીપી વિશે જણાવીશું, જે તમે ઘરે પણ બનાવી શકો છો.

સામગ્રી

500 ગ્રામ લીલી તુવેરના દાણા, 250 ગ્રામ મેંદાનો લોટ, 1/2 મીઠું, 2 ચમચી ઘી, 1/4 ચમચી લીંબુનો રસ, ખાંડ 4 ચમચી, નારિયેળ પાવડર 2 ચમચી, કોથમીર, લીલું લસણ, તેલ,કિશમિસ.

બનાવવાની રીત સ્ટેપ- 1

સૌપ્રથમ તુવેરના દાણા ફોલી લેવાના ત્યારબાદ તેને મિક્સચરમાં નાખીને ગ્રાઈન્ડ કરી લેવાના.

સ્ટેપ- 2

હવે કચોરી બનાવવા માટે મેંદાનો લોટ બાંધીને થોડી વાર માટે સેટ થવા દો.

સ્ટેપ- 3

હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં હીંગ, તેલ અને ક્રસ કરેલી તુવેરની પેસ્ટ નાખો.

સ્ટેપ- 4

હવે તમાં નારિયેળ, હળદર, સમારેલું લીલુ લસણ, આદુ-મરચાની પેસ્ટ, લીંબુનો રસ, કોથમિર, કિશમિસ, સ્વાદ મુજબ મીઠું અને ખાંડ નાખી મિક્સ કરી લો.

સ્ટેપ- 5

હવે લોટમાંથી પુરીની જેમ વણી અને તેમાં કચોરીનો મસાલો ભરીને કચોરી બનાવો.

સ્ટેપ- 6

ત્યારબાદ એક પેનમાં તેલ ગરમ કરીને કચોરીને તળી લો.

સર્વ કરો

શિયાળામાં શરદી-ઉધરસ હોય કે હાડકાંની સમસ્યા હોય અથવા કઈક નવું ખાવાની ઈચ્છા થતી હોય, તો આ રેસીપી તમે ઘરે સરળતાથી બનાવીને તીખી-મીઠી ચટણી સાથે સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરતા રહેજો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

એક સપ્તાહમાં સુગર કંપનીના શેરોમાં 17 ટકા સુધીનો કડાકો